મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચારનારા બંન્ને આરોપીઓ જેલ હવાલે


SHARE







હળવદમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચારનારા બંન્ને આરોપીઓ જેલ હવાલે

બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરીને તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બે શખ્સો દ્વારા વિદ્યાર્થિની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની વિદ્યાર્થિનીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

વર્તમાન સમયમાં દુષ્કર્મના ઘણા બનાવો સામે આવતા હોય છે આવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે, તેની સાથે દુષ્કર્મ આચારીને જે તે સમયે ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થિનીએ જે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચારનારા જયેશ ચંદુભાઇ કણઝરીયા રહે, ખારીવાડી હળવદ અને મેહુલ સવજીભાઇ હડીયલ રહે, ગોરી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં દુષ્કર્મના બનાવો હળવદ તાલુકામાં વધુ સામે આવતા હોય છે તેવામાં વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ આચારીને તેની તેના ફોટો વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા અને તે વિદ્યાર્થિનીના માતપિતા સહિતનાઓને મોકલાવવાની ધમકી આપીને તેને તાબે કરવામાં આવતી હતી જો કે, ભવિષ્યમાં આવા બનાવો હળવદ કે મોરબી જીલ્લામાં ન બને તે માટે દાખલા રૂપ સજા આરોપીઓને કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે






Latest News