મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે રાજાશાહીમાં મૂકવામાં આવેલ લોખંડની ગ્રીલની ચોરી !


SHARE







મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે રાજાશાહીમાં મૂકવામાં આવેલ લોખંડની ગ્રીલની ચોરી !

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર રાજાશાહીના વખતમાં લોખંડની જે ગ્રીલ મૂકવામાં આવી હતી તે ગ્રીન અનેક જગ્યાએથી તોડી નાખવામાં આવી છે અને હજુ પણ આ ગ્રીલને તોડવાની પ્રવૃત્તિ ચાલુ હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે હાલમાં મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર બેઠા પુલની ઉપરના ભાગમાં જે લોખંડની રાજાશાહી વખતથી મુકેલી ગ્રીલ છે તે ગ્રીલને વચ્ચેના ભાગમાંથી તોડી નાખવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે અને ત્યાં આડશ માટે ખાલી તાર બાંધી દેવામાં આવ્યા છે જોકે કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ ત્યાંથી જો નીચે પડી જાય તો જવાબદારી કોની ? તે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે અને લોખંડની ચોરી કરવા માટે થઈને કે પછી અન્ય કોઈપણ કારણોસર રાત્રી દરમિયાન આ લોખંડની ગ્રીલને કાપવાનું કામ થતું હોય તેવું પણ લોકોમાં ચર્ચા રહેવું છે ત્યારે રાજાશાહી વખતમાં મૂકવામાં આવેલ લોખંડની ગ્રીલ જે જગ્યાએથી તૂટી ગયેલ છે ત્યાં યોગ્ય સમારકામ કરવામાં આવે અને આ મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી જે લોખંડની ગ્રીલ ચોરી કરવા માટેની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને ડામવા માટે થઈને પણ નકકર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે






Latest News