મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે બંધ ટ્રકમાં બાઇક અથડાતાં યુવાનનું મોત: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના નાગડાવાસ પાસે બંધ ટ્રકમાં બાઇક અથડાતાં યુવાનનું મોત: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામના પાટિયા પાસે થોડા દિવસો પહેલા સાંજના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલા ટ્રક કંન્ટેનરની પાછળ બાઇક અથડાયું હતું ત્યારે માળીયા(મિં.) ના નવાગામના રહેવાસી યુવાનનું મોત નિપજયુ હતું જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કંન્ટેનરના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના નવાગામ ખાતે રહેતા અલીમાહમદ રસુલભાઇ જેડા જાતે મિયાણા (૩૫)એ હાલમાં ટ્રક કંન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૦૦૭૩ ના ચાલકની સામે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામના પાટીયા પાસે તા.૧૬-૧૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં તેનો ભત્રીજો સાહિલ રહેમાનભાઈ જેડા જાતે મિંયાણા (૨૦) રહે. નવાગામ તાલુકો માળીયા મિંયાણા વાળો બાઇક નંબર જીજે ૧ એમયુ ૯૦૮૩ લઈને જય રહ્યો હતો ત્યારે ટ્રક કંન્ટેનરના ચાલકે તેનું વાહન રોડ સાઈડમાં ઊભું રાખ્યું હતું જો કે, કોઈ આડશ રાખી ન હતી જેથી કરીને ફરિયાદના ભત્રીજાનું બાઇક તેમાં પાછળના ભાગે અથડાયું હતું અને તેને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ કેસની તપાસ પીએસઆઈ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે






Latest News