મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે મતદાન પૂર્ણ: કાલે મતગણતરી


SHARE







મોરબી અને હળવદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે મતદાન પૂર્ણ: કાલે મતગણતરી

મોરબી જીલ્લામાં જુદીજુદી બે તાલુકા પંચાયતની બેઠક માટે ગઇકાલે મતદાન યોજાયું હતું જેમાં મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર અને હળવદ તાલુકા પંચાયતની રણછોડ ગઢ બેઠકનો સમાવેશ થાય છે અને મોરબીની ત્રાજપર બેઠક પર ૫૪.૯૪ ટકા તેમજ હળવદની રણછોડગઢ બેઠક પર ૭૯.૭૨ ટકા મતદાન થયું છે ત્યારે કાલે મત ગણતરી કરવામાં આવશે.

મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર-૨ અને હળવદ તાલુકાના રણછોડગઢ બેઠક ખાલી હતી જેના માટે ચૂંટણી યોજાઇ છે અને ગઇકાલે દિવસ દરમ્યાન શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક પર ૫૪.૯૪ ટકા અને હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર ૭૯.૭૨ ટકા મતદાન થયું છે ત્યારે કાલે સવારે મોરબીની વીસી હાઈસ્કૂલ અને હળવદમાં બંને બેઠકની મત ગણતરી કરવામાં આવશે ત્યારે મતદારોએ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે સ્પષ્ટ થઈ જશે.






Latest News