વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ઘુંટુ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો


SHARE







મોરબી નજીકના ઘુંટુ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ રામનગરી-૨ માં રહેતા યુવાનનું બાઇક ચોરી કરવામાં આવ્યું હતું જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે તેના આધરે પોલીસે શંકાસ્પદ બાઈકની  સાથે પકડેલા શખ્સની સઘન પૂછપરછ કરતાં તેને ઘૂટુંથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ચોરાઉ બાઈકની સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે.

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડાને મળેલ ખાનગી બાતમી આધારે ધુંટુ ગામ પાસે રામકો વિલેજ નજીકથી પસાર થતાં બાઇક નંબર જીજે ૨૪ એકે ૫૬૧૬ ને રોકીને પૂછપરછ કરતાં ચોરી કરીને મેળવેલ બાઇકને તે સગેવગે કરવાની પેરવીમાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૨૫,૦૦૦ ની કિંમતના ચોરાઉ બાઈકની સાથે આરોપી જનકભાઇ હસમુખભાઇ પરમાર (ઉ.૨૮) રહે. હાલ ઘુંટુ મુળ કંકાવટી તાલુકો ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને આ બાઈકના માલિક મુકેશભાઇ ધરમશીભાઈ નિરાશ્રિત જાતે ઠાકોર (૨૪) રહે, રામનગરી-૨ ઘૂટું વાળાની ફરિયાદ લઈને બાઇક ચોરીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે આ કામગીરી નગીનદાસ નિમાવત, સુરેશભાઇ હુંબલ, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી.




Latest News