મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

પ્રેમિકાના ભાઈએ યુવાનનું તેના જ ટ્રકમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અપહરણ કરીને માર માર્યો: ચાર સામે ફરિયાદ


SHARE







પ્રેમિકાના ભાઈએ યુવાનનું તેના જ ટ્રકમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અપહરણ કરીને માર માર્યો: ચાર સામે ફરિયાદ

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી યુવાન ટ્રક લઈને જઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જેની સાથે પ્રેમસબંધ હતો તેના ભાઈ સહિત બે વ્યક્તિએ યુવાનનું તેના જ ટ્રકમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ બામણબોર નજીક લઈ જઈને ત્યાં ધોકા વડે તેને માર માર્યો હતો અને તેનો વિવો કંપનીનો મોબાઇલ પણ લઈ લીધો હતો જેથી  હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા સવસીભાઈ કાનાભાઈ ઘાંઘળ જાતે રબારી (૩૭)એ હાલમાં નારાયણભાઈ બેચરભાઈ, નાનુભાઈ કમાભાઈ, નાજાભાઇ માત્રાભાઈ અને વિપુલભાઈ ખીમાભાઈ રહે. બધા જાની વડલા તાલુકો ચોટીલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી તેઓ પોતાનો ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે નારણભાઈ બેચરભાઈની બહેન સાથે તેને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને નારણભાઈ બેચરભાઈ અને નાનુભાઈ કમાભાઈ તેના ટ્રક પાસે આવ્યા હતા અને તેને ટ્રકમાં સાઈડમાં બેસાડીને તેનું તેના જ ટ્રકની અંદર અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે નાનુભાઈ કમાભાઇએ ગાડી ચલાવી હતી અને બામણબોર તરફ ટ્રક લઈ ગયા હતા અને ત્યાં તેને નીચે ઉતારીને નારણભાઈ અને નાનુભાઈએ પકડી રાખ્યો હતો અને નાજાભાઇ માત્રાભાઈ તેમજ વિપુલભાઈ ખીમાભાઈએ તેને ધોકા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદી યુવાનનો વીવો કંપનીનો ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન પણ લઈ ગયા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News