મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત


SHARE







ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલથી થોડી આગળના ભાગમાં સ્કોર્પિયો કારના ચાલકે ડબલ સવારી બાઇકને લીધું હતું અને જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓના મોત નીપજયાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાશી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી સુરેશભાઈ નાગજીભાઈ પરમાર જાતે અનુ.જાતી (૩૦)એ હાલમાં સ્કોર્પિયો કાર નંબર જીજે ૩૬ એસી ૨૩૬૦ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાદરકા ગામેથી તેના પિતા નાગજીભાઈ ટપુભાઈ પરમાર (૪૭) અને તેના કૌટુંબિક ભાઈ પરસોતમભાઈ ઉગાભાઇ પરમાર (૩૭) ટંકારા ખાતે તેઓના સગાને ત્યાં સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલ નજીક સ્કોર્પિયો કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં ફરિયાદીના પિતા નાગજીભાઈ અને કૌટુંબી ભાઈ પરસોત્તમભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો કાર પણ રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી જેથી કરીને તે કારના ચાલક અને તેમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે, અકસ્માત સર્જાયા બાદ તે ચારેય વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયા હતા. હાલમાં મૃતકના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News