ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરામાં દુષ્કર્મના ગુનાના આરોપીનું ઘર સળગાવવા મામલે ૧૫ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના નાના દહીસરામાં દુષ્કર્મના ગુનાના આરોપીનું ઘર સળગાવવા મામલે ૧૫ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા શખ્સે યુવતીનું અપહરણ કર્યું હતું અને તેને માર મારીને તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચાર્ય હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી ત્યાર બાદ નાના દહીસરા ગામે આરોપીના ઘરને સળગાવવામાં આવ્યું હતું જે બાબતે હાલમાં દુષ્કર્મની જેની સામે ફરિયાદ નોંધાઈ છે તેની બહેન દ્વારા ૧૫ જેટલા શખ્સોની સામે તેનું ઘર સળગાવીને ચાર લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધા છે જેથી કરીને પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા ઝરીનાબેન અલીભાઈ સુમરા (૩૨) એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ લાલજીભાઈ ભટાસણા, ધવલ ચતુરભાઈ ભટાસણા, ભુદરભાઈ લાલજીભાઈ ભટાસણા, મયુર ભુદરભાઈ ભટાસણા, મનીષભાઈ ભૂદરભાઈ ભટાસણા, ભરતભાઈ કાંતિભાઈ ભટાસણા, રમેશભાઈ છગનભાઈ ભટાસણા, બ્રિજેશભાઈ મહાદેવભાઇ હિરાણી, વિશાલભાઈ વાલજીભાઈ ભટાસણા, દિવ્યેશભાઈ અમૃતભાઈ ભટાસણા, પ્રયાગભાઈ રમેશભાઈ ભટાસણા રહે બધા નાના દહીસરા વાળા તેમજ અન્ય ત્રણથી ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો નાનો ભાઈ ઈરફાન આરોપીની દીકરીને ભગાડી ગયેલ હતો જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ભેગા મળીને તેના ઘરે ધોકા, કુહાડી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકની બોટલો પણ સાથે લાવ્યા હતા અને ફરિયાદીના ઘરમાં ઘૂસીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને તારા ભાઈ ઈરફાનને પતાવી દેવાનો છે તેવી ધમકી આપી હતી તેમજ ઘરમાં રહેલ ફર્નિચર અને સરસામાન ઉપર ધોકા અને કુહાડીને ઘા મારીને તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને ઘરમાં તેમજ રીક્ષામાં આગ લગાવી હતી જેથી કરીને કુલ ચાર લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલનું નુકસાન કર્યું છે હાલમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૧૪૩૧૪૭૧૪૮૧૪૯૫૦૪૫૦૬(૨)૪૨૭૪૩૬૪૪૮ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News