ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચારનારા ઈરફાન સામે ગુનો નોધાયો: આરોપીનું ઘર સળગ્યું કે સળગાવ્યું ?


SHARE











મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચારનારા ઈરફાન સામે ગુનો નોધાયો: આરોપીનું ઘર સળગ્યું કે સળગાવ્યું ?

મોરબીના પંચાસર રોડથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે યુવતીને મોરબીના ગ્રામ્ય વિસ્તાર પાસે માર માર્યો હતો અને તે યુવતીને માળીયા તાલુકાનાં નાના દહીસરા ગામે આરોપી તેના મામાની વાડીએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જો કે, તે યુવતી ત્યાથી ભાગી આવ્યા બાદ તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં ધારાસભ્ય પણ ત્યાં દોડી આવ્યા હતા અને હાલમાં યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને બીજી બાજુ આરોપીનું નાના દહીસરા ગામે આવેલ મકાન સળગી ગયું છે જેથી કરીને તેને સળગાવવામાં આવ્યું છે કે પછી સળગી ગયું છે તે દિશામાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે

મોરબીમાં રહેતી યુવતીના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તે યુવતી ઇન્સ્ટાગ્રામના મધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરાના સંપર્કમાં આવી હતી અને પરીચય ગાઢ બનતા બન્ને વચ્ચે વાતચીત અને વિડીયોકોલ થતાં હતા તેવામાં યુવતીના ભાઈને સમગ્ર હકીકતની જાણ થતા યુવતીએ ઇરફાન અલીભાઈ સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને મોરબીમાં તેના ભાઇ સાથે રહેવા આવી ગઈ હતી. દરમ્યાન ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ યુવતીનું પંચાસર રોડ ઉપરથી ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને આરોપી નાના દહીંસરા ગામે તેના મામાની વાડીએ લઈ ગયો હતો 

ત્યાં છરીની અણીએ તે યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેમજ યુવતીને માર માર્યો હતો જેથી યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી સિવિલે આવી ગયા હતા અને આરોપી સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી લોકોને હૈયા ધારણા આપી હતી અને પોલીસને પણ કડક પગલાં લેવા માટે સૂચના આપી હતી જેથી કરીને હાલમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નાના દહીંસરા ગામના રહેતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરા (૨૭) સામે દુષ્કર્મઅપહરણઆઇટી એકટ સહિતની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આરોપીનું ઘર સળગ્યું !
મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને આરોપી ઈરફાન અલીભાઈ સુમરાએ છરીની અણીએ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને માર માર્યો હતો જે આરોપીનું નાના દહીંસરા ગામે ઘર આવેલ છે ત્યાં કોઈ અજાણ્યા લોકોએ આગ ચાંપી દીધી હતી અને ઘરને સળગાવ્યું હતું. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુષ્કર્મના બનાવનો ખાર રાખીને કોઈએ આરોપીનું ઘર સળગાવ્યું કે પછી અકસ્માતે સળગી ગયું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News