મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર: જયસુખભાઈ પટેલ-દીપકભાઈ પારેખમાં મુદત પડી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર: જયસુખભાઈ પટેલ-દીપકભાઈ પારેખમાં મુદત પડી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ અગાઉ જામીન મુક્ત થયેલ હતા અને શુક્રવારે હાઇકોર્ટમા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ તેમજ તેના બે મેનેજરના રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી હતી જેમાં આરોપી દિનેશભાઇ દવેના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે જો કે, તેઓને મોરબી અને રાજકોટ જીલ્લામાં ટ્રાયલ સિવાય આવવાનું નથી અને બાકીના બંને આરોપીમાં મુદત પડેલ છે

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપીઓ અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થયેલ છે જો કે, શુક્રવારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ તેમજ મેનેજર દિનેશભાઇ દવે તેમજ દીપકભાઈ પારેખના રેગ્યુલર જામીન માટે અરજીની સુનાવણી હતી ત્યારે હાઇકોર્ટમાં દિનેશભાઇ દવેના વકીલે જણાવ્યુ હતું કે, પુલ તૂટ્યાના બીજા જ દિવસે તા ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં જ  છે અને પોલીસે ચાર્જશીટ મૂકી દીધેલ છે અને તપાસ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ લોકલ ઓથોરીટીની સાથે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ મિટિંગ કરતાં હતા અને તે ટેકનિકલ પર્સન નથી તે બીકોમ પાસ છે તે પુલના રિનોવેશન કામમાં સુપરવિઝન કરતાં હતા જો કે, તેની કોઈ સ્પેસિફિક જવાબદારી ન હતી તેવી પણ નોંધ હાઈકોર્ટે કરેલ છે હાલમાં આરોપીના વકીલે કોર્ટમાં કરેલ દલીલને ધ્યાને લઈને હાઇકોર્ટે આરોપી દિનેશભાઇ દવેના શરતી જામીન મંજૂર કરેલ છે જેમાં તેને મોરબીની કોર્ટમાં ચાલતી ટ્રાયલ સિવાય મોરબી અને રાજકોટ જીલ્લામાં આવવાનું નહીં તે રીતે તેના શરતી જમીન મંજૂર કરેલ છે જો કે, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ અને મેનેજર દીપકભાઈ પારેખની જામીન અરજીમાં આગામી તારીખે સુનાવણી હાથ ધરાશે






Latest News