મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે રેઢી પડેલ બોલેરોમાંથી દારૂની નાની-મોટી ૯૮૪ બોટલ મળી: આરોપીની શોધખોળ


SHARE







ટંકારાના મિતાણા પાસે રેઢી પડેલ બોલેરોમાંથી દારૂની નાની-મોટી ૯૮૪ બોટલ મળી: આરોપીની શોધખોળ

ટંકારા તાલુકા પોલીસની ટિમ મિતાણા ચોકડી પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિતાણા ગામે આવેલ પાણીના સંપ પાસે રોડ નીચે બોલેરો ગાડી રેઢી પડેલ હતી જેથી કરીને શંકાસ્પદ બોલેરો ગાડીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી વિદેશી દારૂની નાની અને મોટી કુલ મળીને ૯૮૪ બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ અને ગાડી મળીને પોલીસે ૪.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગ મિતાણા ચોકડી પાસે હતી ત્યારે મિતાણા ગામે આવેલ પાણીના સંપ નજીકથી એક રેઢી પડેલ બોલેરો ગાડી મળી આવેલ હતી જેથી કરીને પોલીસે તે શંકાસ્પદ બોલેરો ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાં તાલપત્રી નીચેથી વિદેશી દારૂની નાની અને મોટી કુલ મળીને ૯૮૪ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨,૬૬,૪૦૦ નો દારૂનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને પોલીસે ૪,૬૬,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કેગાડી રેઢી મળી હોવાથી હાલમાં ગાડીના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News