મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

લાલબત્તી સમાન કિસ્સો : મોરબીના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સગર્ભા બની, પોલીસમાં જાણ થતા તપાસ શરૂ


SHARE











લાલબત્તી સમાન કિસ્સો : મોરબીના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સગર્ભા બની, પોલીસમાં જાણ થતા તપાસ શરૂ

મોરબી જિલ્લામાં અવારનવાર અજુગતા બનાવ  સામે આવે છે આવો જ એક બનાવ સામે આવ્યો છે.જેમાં હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની સગીરાને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રેગ્નન્સી સબબ લાવવામાં આવી હતી અને સગીરાની ઉંમર આસરે ૧૫ વર્ષ આસપાસ હોય આ બાબતે પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરાઈ છે.

આજના શિષ્ટ અને શિક્ષિત તેમજ સભ્ય સમાજને લાંછન લાગે તેવા બનાવો અનેક વખત સામે આવે છે.આવો જ એક વધુ બનાવ મોરબીના હળવદ તાલુકામાં સામે આવ્યો છે.જેમાં હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની આશરે ૧૫ વર્ષની સગીરાને ડીલેવરી સબબ સારવાર માટે લાવવામાં આવેલી હોય તબીબો પણ ચોકી ગયા હતા અને સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આજના આધુનિક સમયમાં મા-બાપ માટે સૌથી મોટી જવાબદારી દીકરીઓને સાચવવાની બની રહે છે.આજે જાતજાતના પ્રલોભનોમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેવા સમયે સંતાનો ક્યાં છે..? કોની સાથે છે..? શું કરે છે..? તે જોવુ દરેક મા-બાપ માટે જરૂરી બની ગયું છે.

રફાળેશ્વર ગામે મારામારી

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા રાકેશ વિનોદભાઈ રાઠોડ (ઉમર ૧૬) તેમજ હર્ષિતાબેન વિનોદભાઈ રાઠોડ (ઉમર ૧૮) ને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા બંનેને મોરબીની સરકારી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હર્ષિતાબેનને વધુ ઇજા હોવાથી તેઓને રાજકોટ લઈ જવામા આવ્યા હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.પોલીસમાં ઉપરોક્ત મારામારીના બનાવની નોંધ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતા ગુલામભાઈ અહેમદખાન પઠાણ નામના ૬૦ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેઓને મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા વીરપર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મુળ મધ્યપ્રદેશના અને હાલ જેપુર ગામે રહેતા ફતેસિંહ સુનીલદાસ કાલીયા રાજપર પાસે બાઈકમાંથી પડી જતા મોઢા અને હાથના ભાગે ઈજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરાઈ હતી






Latest News