વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે રીક્ષામાંથી ૪૮ બોટલ દારૂ સાથે એક શખ્સો પકડાયો


SHARE











ટંકારાના છતર પાસે રીક્ષામાંથી ૪૮ બોટલ દારૂ સાથે એક શખ્સો પકડાયો

ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ૪૮ બોટલ દારૂ મળી આવી હોય પોલીસે દારૂ તથા રીક્ષા મળીને ૮૪,૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસે આવેલ ચેકપોસ્ટ નજીકથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બીયુ ૩૨૯૫ પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૪૮ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૧૪,૪૦૦  ની કિંમતનો દારૂ તથા ૭૦ હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૮૪,૪૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પરિમલ ત્રિભુવનભાઈ સોલંકી જાતે અનુ. જાતી (૨૧) રહે. અવધના ઢાળીએ કાલાવડ રોડ આંબેડકર નગર મકાન નંબર ૩૦૮ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

યુવાનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ ઓરાઝોન પેપર મીલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા ગોપાલભાઈ સુખલાલભાઈ રવિદાસ (૪૦) નામના યુવાનને ટીબીની બીમારી હોય ઉધરસ આવતી હતી અને લેબર ક્વાર્ટરમાં તેને લોહીની ઉલટી થતા બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને લાલરામભાઈ રામસુખભાઇ રવિદાસ (૪૩) રહે. ઓરાઝોન પેપર મીલ વાળા તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News