મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે પતિના અવસાનના બીજા દિવસે ઝેરી દવા પી લેનાર વૃદ્ધાનું મોત


SHARE







ટંકારાના લજાઈ ગામે પતિના અવસાનના બીજા દિવસે ઝેરી દવા પી લેનાર વૃદ્ધાનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા વૃદ્ધાના પતિનું મૃત્યુ થયાના બીજા જ દિવસે વૃદ્ધાએ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા મંજુબેન પ્રેમજીભાઈ ચાવડા (૭૦) નામના વૃદ્ધાએ ઝાડમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઝેરી દવા પીનાર મંજુબેનના પતિનું આગલા દિવસે જ મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

બીયર સાથે પકડાયો
ટંકારાની મીતાણા ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ ની કિંમતના બીયર સાથે સુરેશ ઉર્ફે સૂરો દાનાભાઈ હણ જાતે રબારી (૨૧) રહે. પરસોતમ ચોક રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News