મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના વેલકમ્ સ્પામાં બહારથી સ્ત્રીઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હતું જેથી પોલીસે પહેલા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવ કોમ્પ્લેક્સમાં હરિઓમ નાસ્તાની ઉપરના ભાગમાં આવેલ વેલકમ્ સ્પામાં બી ડિવિઝન પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતુ ત્યારે ત્યાં બહારથી સ્ત્રીઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોય અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવતા હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૫૬૦૦ ની રોકડ, ૫૨,૦૦૦ ની કિમતના ત્રણ મોબાઇલ ફોન, ૩૯ કોન્ડમ સહિત કુલ મળીને ૫૭,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને જે તે સમયે જયેશ મોહનભાઇ પરડવા જાતે આહીર, વિમલભાઈ લલીતભાઈ અગ્રાવત જાતે બાવાજી, અને પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર જાતે લોહાણાની ધરપકડ કરેલ હતી અને ત્યાર બાદ હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી મુકેશભાઈ ઘોઘાભાઈ સુરેલા (૩૩) રહે.મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કંડલા બાયપાસ પાસે રોકડિયા હનુમાન નજીક વાડી વિસ્તારમાં રહેતા શિવકુમાર ગાંડુભાઈ સુરેલા (૨૮) નામનો યુવાન કંડલા હાઇવે રોડ ઉપર આવેલ નેક્સેસ સીરામીક સિનેમા પાસેથી પસાર થયો હતો ત્યારે ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી શિવકુમારને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News