મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિહિપ, બજરંગ દળ, દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિહિપ, બજરંગ દળ, દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા મોરબીના ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર સાથે શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય રોહિતભાઈ પંડ્યા દ્વારા કરાવવામાં આવી હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિનીના ક્ષેત્રીય પ્રમુખ તેમજ વીટીએસએસના રાષ્ટ્રીય મહામંત્રી ડો. યજ્ઞાબેન જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં શસ્ત્ર સાથે શાસ્ત્ર ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આ શસ્ત્રની ધાર કાઢવાની સાથે સાથે જરૂર પડે તેનો ઉપયોગ પણ કરવો અનિવાર્ય છે આ તકે મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મહિધરભાઈ દવે કમલભાઈ દવે અને ઋષિભાઈ મહેતા હજાર રહ્યા હતા તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ અને પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા, મોરબી સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ પંડ્યા અને નીરજભાઈ ભટ્ટ, ગાયત્રી મંદિર ટ્રસ્ટના જગદીશભાઈ ઓઝા, બ્રહ્મ સ અમાજ મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી, વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, બજરંગ દળના વિભાગ સંયોજક કમલભાઈ દવે, બજરંગ દળ મોરબી જિલ્લા સંયોજક નિલેશભાઈ જાકાસનિયા, દુર્ગા વાહિની મોરબી જિલ્લા સંયોજીકા આરતીબેન પટેલ, મોરબી જિલ્લા સામાજીક સમરસતા પ્રમુખ હસુભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા






Latest News