મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે કાલથી ભાગવત સપ્તાહ શરૂ


SHARE







મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે કાલથી ભાગવત સપ્તાહ શરૂ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ થી ૩૦ ઓક્ટોબર સુધી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવ્યુ હતું કે આ કથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી તેની આગવી શૈલીમાં કરાવશે

મોરબીના જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી તેમજ દિવંગત આત્માઓના પરિવારજનોની હાજરીમાં કથા સ્થળે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. અને આ કથાની પોથીયાત્રા તા ૨૪ ના રોજ બપોરે બે વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને દરરોજ બપોરે ૩ થી ૬ સુધી કથા ચાલશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગ ધામધુમથી ઉજવાશે જેથી લોકોને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે 






Latest News