મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

પ્રેમની અભિવ્યક્તિ માટે યુવાનો નવરાત્રીની રાહ જોતા હોય છે !: બફાટ કરનાર મહિલા ગાયિકાને કાજલ હિન્દુસ્તાનીનો જડબાતોડ જવાબ


SHARE







પ્રેમની અભિવ્યક્તિ માટે યુવાનો નવરાત્રીની રાહ જોતા હોય છે !: બફાટ કરનાર મહિલા ગાયિકાને કાજલ હિન્દુસ્તાનીનો જડબાતોડ જવાબ

મોરબીમાં નવરાત્રી મહોત્સવના આયોજનમાં આવેલ કાજલ હિન્દુસ્તાની આવ્યા હતા અને તાજેતરમાં નડિયાદમાં યોજાયેલ કાર્યક્રમની અંદર એક ગાયક કલાકારે નવરાત્રિને લઈને જે નિવેદન આપ્યું છે તેને ટાંકતા કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે સ્ટેજને શોભે તેવા જ કલાકારોને સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ આવો કટાક્ષ કાજલબેન દ્વારા કરવામાં આવ્યો છે

નડિયાદમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં આવેલ ગાયક કલાકાર ઉર્વશી સોલંકી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે નવરાત્રિની પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે થઈને યુવાનો રાહ જોતા હોય છે ત્યારે તેનો જવાબ આપતા મોરબી આવેલા કાજલબેન હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે સૌપ્રથમ તો આ ઘટના જ્યારે બની ત્યારે જ નવરાત્રીના આયોજકોએ તેને રોકવાની જરૂર હતી તેમજ નવરાત્રી કે જે માતાજીની ભક્તિ અને આરાધનાનો તહેવાર છે તેમાં કેટલાક લોકોએ તેને ફેશન શો બનાવી દીધેલ છે જે યોગ્ય નથી કેમકે નવરાત્રિના પંડાલોમાં અમુક લોકો લવજેહાદના એજન્ડા સાથે જ આવતા હોય છે ત્યારે નવરાત્રીને લઇને જે કલાકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને ટાંકતા કહ્યું હતું કે જેના પરિવારમાં કોઈએ નવરાત્રીમાં સેટિંગ પાડ્યું હોય તે જ આવું નિવેદન આપી શકે છે આવા છીછોરા જેવા નિવેદન ન આપવા જોઇએ અને ખાસ કરીને નવરાત્રિના આયોજકોએ વિચારવાની જરૂર છે કે સ્ટેજ ઉપર શોભે તેવા જ કલાકારોને નવરાત્રી મહોત્સવમાં બોલાવવા જોઈએ 






Latest News