મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

વાહ પાટીદાર: મોરબીમાં ઓ.આર પટેલની ૧૧મી પુણ્યતિથિ યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં બે વર્લ્ડ રેકોર્ડ સર્જાયા, બ્લડ બેંકોનો પન્નો ટૂંકી પડી !


SHARE











વાહ પાટીદાર: મોરબીમાં ઓ.આર પટેલની ૧૧મી પુણ્યતિથિ યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં બે વર્લ્ડ રેકોર્ડ સર્જાયા, બ્લડ બેંકોનો પન્નો ટૂંકી પડી !

મોરબી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ અનેક સંસ્થાઓમાં છૂટા હાથે દાન આપનારા પાટીદાર ભામાશા સ્વ. ઓ.આર પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી સહિત કુલ મળીને ૨૭ થી વધુ સ્થળે જે કેમ્પ યોજયા હતા તેમાં બે વર્લ્ડ રેકોર્ડ બન્યા છે જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા જીનીયસ ફાઉન્ડેશન દ્વારા કેમ્પના આયોજક મોરબી જિલ્લા પાટીદાર સમાજને જુદાજુદા બે રેકોર્ડ માટે સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ છે

મોરબી સિરામિક, ઘડિયાળ અને નળિયા માટે વર્ષોથી જાણીતું છે જો કે, મોરબી હવે બ્લડ ડોનેશન માટે પણ ના માત્ર મોરબી કે ગુજરાત પરંતુ વર્લ્ડમાં જાણીતું આજથી થઈ ગયું છે આ વાત સાંભળીને જરાપણ ચોંકીજવાની જરૂર નથી કેમ કે, પાટીદાર ભામાશા સ્વ. ઓ.આર. પટેલે અજંતા કલોક થકી મોરબીનું નામ વિશ્વના ફલક ઉપર ગુંજતું કર્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને સૌથી મોટી વાત એ છે કે તેઓએ કારખાનામાં બહેનોને કામે રાખીને મહિલાને રોજગારી પૂરી પાડવા માટેનું ઉત્તમ કામ કર્યું હતું જેની રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી હતી

સ્વ. ઓ.આર. પટેલે મહિલાઓને સ્વનિર્ભર બનાવીકન્યા કેળવણીપાણીનો સંગ્રહ કરવા સહિતના જુદાજુદા ક્ષેત્રમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે ત્યારે સ્વ. ઓ.આર.પટેલની તા.૧૮ ના રોજ ૧૧ મી પુણ્યતિથિ હતી જેથી કરીને મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા સ્વ. ઓ.આર.પટેલની બીજાને મદદરૂપ થવાની વિચારધારાને અનુસરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના દરેક સમાજના લોકો તેમજ સિરામિક એસો.ના સહકારથી એક જ જગ્યા ઉપર કોઈ એક ઇવેંટમાં સૌથી વધુ એટ્લે કે ૭૦૦૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે

તેમજ આજના દિવસે કુલ મળીને ૨૭ જગ્યાએ જે કેમ્પ યોજવામાં આવ્યા હતા તેમ કુલ મળીને ૨૦,૦૦૦ થી વધુ લોકોએ રક્તદાન કર્યું છે જેથી તે પણ વર્લ્ડ રેકોર્ડ બનેલ છે માટે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા જીનીયસ ફાઉન્ડેશનના પ્રમુખ પાવનભાઇ સોલંકી દ્વારા બે સર્ટિફિકેટ આપીને આ મહા રકતદાન કેમ્પના આયોજક મોરબી જિલ્લા પાટીદાર સમાજને સન્માનીત કરવામાં આવેલ છે તેમજ ૧૪ જેટલી બ્લડ બેન્કો મોરબીમાં આવી હતી તેની પાસે બ્લડ લેવા માટેની સામગ્રી ખૂટી પડી હતી જેથી કરીને લગભગ ૮૦૦ થી ૧૦૦૦ જેટલા રક્તદાતાઓ રક્તદાન કરી શક્યા ન હતા તે પણ હકકીત છે






Latest News