મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રિમાં તમામ જ્ઞાતિના બેહનોને ફ્રી એન્ટ્રી


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રિમાં તમામ જ્ઞાતિના બેહનોને ફ્રી એન્ટ્રી

મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા  તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા ૧૪ વર્ષથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે અને આ વર્ષે ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આ વર્ષે સલામત માહોલમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, દરેક સમાજની બહેનો મુક્તપણે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે. અને તમામ જ્ઞાતિની બહેનો આ સંકલ્પ નવરાત્રીમાં વિનામૂલ્યે રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરશે. જો કે, વધતાં જતાં હાર્ટ એટેકના કેસોને ધ્યાને લઇ એક એબ્યુલન્સ મેડિકલ ટીમ સાથે સ્થળ ઉપર જ રાખવામાં આવશે તેમજ સંકલ્પ નવરાત્રી મહોત્વમાં દરરોજ અલગ અલગ ડોક્ટરો દ્વારા હેલ્થ અવરનેશના કાર્યક્રમો યોજાશે.






Latest News