મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહાસંઘ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને ઓપીએસ લાગુ કરવા આવેદન અપાયું


SHARE











મોરબી જિલ્લા મહાસંઘ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને ઓપીએસ લાગુ કરવા આવેદન અપાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. માનનીય મુખ્યમંત્રીએ માહિતી ખાતાના માધ્યમથી તથા સરકારના પ્રવક્તા મંત્રીએ મિડિયા સમક્ષ કરેલ જાહેરાત અનુસાર ઠરાવ ન થતાં સમગ્ર શિક્ષકોમાં આક્રોશની લાગણી છે. ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબના ઠરાવ કરીને તેને અનુસંધાને કાર્યવાહી કરવા તથા સંગઠન સંલગ્ન નવ સંવર્ગના નીચે જણાવ્યા અનુસારના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સરકારમાં ભલામણ પત્ર લખવા જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સમક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિગતવાર આવેદન અપાયું હતું અને રજુઆત કરી હતી






Latest News