મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વરમોરા ગૃપ દ્વારા મંત્રીની હાજરીમાં વાઇબ્રન્ટના કાર્યક્રમમાં કરાયો ૧૦૦૦ કરોડનો એમઓયુ


SHARE







મોરબીના વરમોરા ગૃપ દ્વારા મંત્રીની હાજરીમાં વાઇબ્રન્ટના કાર્યક્રમમાં કરાયો ૧૦૦૦ કરોડનો એમઓયુ

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક એકમો સાથે વિવિધ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આવા એમ.ઓ.યુ. થકી મોરબીનો ઔદ્યોગિક ક્ષેત્ર વધુ ઊંચાઈઓ સર કરશે અને મોરબીના વિકાસને વધુ ગતિ મળશે.

વરમોરા ગૃપના ચેરમેન ભાવેશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મોરબીના પદાધિકારી/અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમમાં વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. હાલમાં વરમોરા ગૃપના ૫૦૦ કરોડના બે પ્લાન્ટ અંડર કન્ટ્રક્શન છે. આગામી સમયમાં બીજા ૫૦૦ કરોડના ડેવલોપમેન્ટ કામ થશે. આવા એમ.ઓ.યુ. થકી ગુજરાતની વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ એમ.ઓ.યુ કરવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટકાર્યક્રમ થકી ઉદ્યોગોની ગતિ વધુ વેગમાન બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.

હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વના સિરામિક બીજા નંબરના હબ અને ભારતના ૯૦ ટકા ઉત્પાદનના હબ એવા મોરબી ખાતે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઔદ્યોગિક શહેર એવા મોરબીમાં ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. થયા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં મોરબીના રોકાણનો આ આંકડો ૧૦૦૦૦ ને પાર કરશે તેઓ આશાવાદ પણ આ તકે ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો વાઇબ્રન્ટ ગુજરાતમાં સક્ષમ રીતે સહભાગી બનશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ અન્વયે મોરબી ખાતે પધારેલા મંત્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા સિરામિક યુનિટની મુલાકાત લઈને એમ.ઓ.યુ. બદલ વરમોરા ગૃપને ગુજરાત સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.






Latest News