મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નવરાત્રીના ગરબામાં કુમકુમનો ચાંદલો-ગંગાજળની પ્રસાદી લે તેને જ એન્ટ્રી, આધાર કાર્ડ ફરજીયાત ચેક કરો: વિહિપ


SHARE







મોરબી જીલ્લામાં નવરાત્રીના ગરબામાં કુમકુમનો ચાંદલો-ગંગાજળની પ્રસાદી લે તેને જ એન્ટ્રી, આધાર કાર્ડ ફરજીયાત ચેક કરો: વિહિપ

મોરબી શહેર અને જીલ્લામાં નવરાત્રીના ઘણા આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે માતાજીની ભક્તિ અને આરાધનાનો પર્વ અશ્લીલ કપડા, ટેટુ અને માતાજીના ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો તેમજ વીધર્મી ગીતો ગાઈને મજાક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રી મહોત્સવમાં કુમકુમનો ચાંદલો અને ગંગાજળની પ્રસાદી લે તેને જ એન્ટ્રી આપવામાં આવે અને ગરબામાં આવતા લોકોના આધાર કાર્ડ જોયા બાદ જ એન્ટ્રી આપવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં નવરાત્રી એટલે કે સતત નવ દિવસ સુધી માતાજી શક્તિની આરાધના અને ભક્તિ ભાવથી ઉજવાતો તહેવાર છે જે સનાતન હિન્દુ ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે ત્યારે પ્રાચીન સંસ્કૃતિથી ચાલી આવતો આ તહેવાર છે જો કે, પ્રાચીન પદ્ધતિથી ચાલતી ગરબીઓને છોડીને અત્યારના વેસ્ટન કલ્ચરને અપનાવીને પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવ અને ગરબાના આયોજન કરવામાં આવે છે જેમાં વિધર્મી લોકો દ્વારા અશ્લીલ કપડા, ટેટુ અને માતાજીના ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો તેમજ વીધર્મી ગીતો ગાવામાં આવે છે જેથી કરીને હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોચે છે ત્યારે પાર્ટી પ્લોટમાં વીધર્મી લોકો દ્વારા ગાવામાં આવતા આવા ફિલ્મી ગીતો અને વિધર્મી કલાકારો પોતાની બિનજરૂરી પ્રવૃત્તિઓ સ્ટેજ પર કરતા દેખાય છે અને માતાજી ની ભક્તિભાવ ગરબા આરતી અને આપણા ગુજરાતી લોકગીતોની જગ્યાએ ફિલ્મી ગીતો ગાયને હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોચાડે છે અને નવરાત્રીને મજાક બનાવવાની કોશિશ કરી રહ્યા છે જેથી કરીને પાર્ટી પ્લોટ કે પછી અન્ય કોઈ સ્થળે હિન્દુ સમાજની લાગણીને ઠેસ  પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ પાર્ટી પ્લોટની અંદર આવનારા તમામ લોકોને તેમના એન્ટ્રી ગેટ પાસે કુમકુમનો ચાંદલો અને ગૌમૂત્રની ગંગાજળ પ્રસાદી લીધા બાદ જ પાર્ટી પ્લોટની અંદર એન્ટ્રી આપવામાં આવે અને વલ્ગર કપડા, ખરાબ ટેટુ કરાવેલ વ્યક્તિઓને તેમજ એન્ટ્રી ગેટ પર કુમકુમનો ચાંદલો અથવા ગંગાજળની પ્રસાદી ના લે તો લોકોને એન્ટ્રી ન આપવામાં આવે તેના માટે નવરાત્રીના આયોજકોને જાણ કરવામા આવે તેમજ ગરબામાં આવતા લોકોના આઈ કાર્ડ અથવા તો આધાર કાર્ડ જોયા બાદ જ એન્ટ્રી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News