મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા-દંડ ફટકાર્યો


SHARE











હળવદમાં સગીરા સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા-દંડ ફટકાર્યો

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં વર્ષ ૨૦૨૦ સગીરાના ઘરમાં સગીરાના પિતાના મિત્રએ સગીરાની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેનો કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજા અને ૮૦૦૦ નો દંડ કર્યો છે અને ભોગ બનેલા સગીરાને ૫૦ હજારનું વળતર આપવા આદેશ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ માં હળવદમા ૧૧ વર્ષ ૧૦ મહિનાની સગીરા તેના ઘરે હતી ત્યારે સગીરાના પિતાનો મિત્ર આરોપી સાહિન સલીમભાઈ બોબડીયા (૨૮) રહે. ફેલગલી ધ્રાંગધ્રા વાળો તેના ઘરે આવ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ લઇ બાવડું પકડી શારીરિક અડપલા કર્યા હતા જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીઓને આરોપીની ધરપકડ કરી હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની દલીલ સાંભળીને આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સજા કરી છે તેમજ ૮૦૦૦ નો દંડ કરેલ છે તેમજ ભોગ બનેલા સગીરાને ૫૦ હજારનું વળતર આપવા આદેશ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એન.ડી. કારિયા રોકાયેલ હતા






Latest News