મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં રિસામાણે બેઠેલ પત્નીને તેડી લાવવા પતિને સમજાવા ગયેલા આગેવાનો ઉપર છરી વડે હુમલો


SHARE







હળવદમાં રિસામાણે બેઠેલ પત્નીને તેડી લાવવા પતિને સમજાવા ગયેલા આગેવાનો ઉપર છરી વડે હુમલો

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા યુવાનની પત્ની રિસામણે હોય સમાજના આગેવાનો તેને પત્નીને તેડી લાવવા માટે સમજાવવા માટે ગયા હતા જે તેને સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને આગેવાનોને ગાળો આપી હતી ત્યારે ગાળો બોલવાની ના પાડતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાના છકડો રિક્ષામાંથી છરી લઈ આવીને ફરિયાદીને જમણા હાથની આંગળીમાં ઈજા કરી હતી તથા તેની સાથે રહેલા વ્યક્તિ વચ્ચે પડતાં તેને ડાબા પગના સથાળમાં છરી મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ વ્યક્તિએ સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા સાગરભાઇ સવજીભાઈ રાઠોડ જાતે મલ્લ (૨૭)એ કાળુભાઈ મંગાભાઈ મલ્લ રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી કાળુભાઈના પત્ની રિસામણે હોય સમાજના આગેવાનો તેને પોતાની પત્ની તેડી લાવવા સમજાવવા માટે ગયેલ હતા જે કાળુભાઈને સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને જાહેરમાં ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ પોતાના છકડો રિક્ષામાંથી છરી લઈ આવીને ફરિયાદી યુવાનને ટચલી આંગળીમાં છરી મારીને ઇજા કરી હતી તેમજ જયંતીભાઈ ફરિયાદીને બચાવવા માટે થઈને વચ્ચે પડતા તેને ડાબા પગના સાંકળમાં છરીનો ઘા મારીને ઇજા કરેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News