રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબી નજીક હરિઓમ પાર્કની પાછળથી ૮૪ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE











મોરબી નજીક હરિઓમ પાર્કની પાછળથી ૮૪ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઘૂટું ગામની સીમમાં આવેલ હરિઓમ પાર્કની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૮૪ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઘુટુ ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે હરિઓમ પાર્કની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૮૪ બોટલો મળી આવ્યા હોય પોલીસે ૩૧,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ સંજયભાઈ જાદવ જાતે કુંભાર (૨૪) રહે. કિસ્મત ચક્કી વાળી શેરી રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના હરીપર ગામે રહેતો અવિકુમાર જયંતીલાલ દેત્રોજા (૧૪) નામનો તરુણ મોરબીના વાવડી રોડ ઉપર જેકે ચોક પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News