મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતમાં બળવો કરીને બનેલ કારોબારીનું વિસર્જન !: ઘીના ઠામમાં ઘી પડી ગયું


SHARE







ટંકારા તાલુકા પંચાયતમાં બળવો કરીને બનેલ કારોબારીનું વિસર્જન !: ઘીના ઠામમાં ઘી પડી ગયું

ટંકારા તાલુકા પંચાયતમાં બળવો કરીને તાજેતરમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી તેવામાં સ્થાનિક ધારાસભ્ય  અને જિલ્લા ભાજપના આગેવાનની હાજરીમાં ટંકારામાં મિટિંગ રાખવામા આવી હતી જેમાં હાલમાં જે કારોબારીની રચના કરવામાં આવી હતી તેના તમામ સભ્યો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખને રાજીનામાં આપવામાં આવેલ છે ને આગામી તા ૧૨ ના રોજ ફરીથી સામાન્ય સભાની બેઠક બોલાવશે જેમાં ફરીથી કારોબારીની રચના કરવામાં આવશે

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને થોડા દિવસો પહેલા સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હતી જેમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી ત્યારે બળવો કરવામાં આવ્યો હતો અને પ્રમુખ તરફથી પાંચ નામ સાથેની સમિતિ મૂકવામાં આવૈ હતી જેને માત્ર એક જ મત મળ્યો હતો અને સામાપક્ષે બળવો કરનારાઓએ છ સભ્યોના નામ સાથેની સમિતિ મૂકી હતી જેમાં ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે સમિતિને ૧૧ મત મળ્યા હતા જો કે, હાલમાં મળી રહેલી માહિતી મુજબ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઇ અંદરપા સહિતનાઓની હાજરીમાં ટંકારા તાલુકા પંચાયતના સભ્યોની હાજરીમાં બેઠક મળી હતી જેમાં તાજેતરમાં બનેલ કમિટીના જે સભ્યો હતા તે તમામે તાલુકા પંચાયતના પ્રમુખને રાજીનામાં આપી દીધા છે અને આગામી તા ૧૨ ના રોજ તાલુકા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક બોલાવશે તેમાં નવી કમિટીની રચના કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે આમ બળવા બાદ હાલમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે તેવો ઘાટ સર્જાયો છે






Latest News