મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી : પીયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ


SHARE







મોરબી : પીયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ

અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંથી એક મહિલાનું સાંસારિક જીવન ઉજળતા બચ્યુ
મોરબી અભયમ ૧૮૧ ઉપર એક પીડિતાનો કોલ આવેલ કે પોતે એક માસથી રિસામણે છે અને સાસરીમાં જવું હોવાથી તેમના સાસરિપક્ષને સમજાવા છે માટે મદદની જરૂર છે.ત્યારબાદ ૧૮૧ ના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન, પાયલોટ પ્રદીપભાઈ  સહીતના મહિલાની મદદ માટે પહોચ્યા હતા.

ત્યારબાદ તે મહિલાનું કાઉન્સિલિંગ કરેલ જેમા મહિલાના લગ્નના ત્રણ વર્ષ થયેલ હોય તેમણે સંતાનમા એક દીકરી હોય તેઓ એક મહિનાથી તેમના પિયરમાં રિસામણે હોય મહિલા તેમની બાળકી સાથે તેમની સાસરીમાં આવેલ હોય પરંતુ તેમના સાસરિપક્ષ સ્વીકારવાની ના પાડતા હોય ત્યારબાદ તેમના સાસરિપક્ષનું ૧૮૧ ની ટીમે કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના પતિ ઉપર ખોટી શંકા કરતા હોવાથી કાયમ નાનીનાની બાબતે ઝગડા કરતા હોય માટે ટીમ દ્વારા મહિલા તેમજ સાસરિપક્ષનું કુશળતાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવેલ નૈતિક ફરજ વિશે સમજાવેલ મહિલાએ પોતાની ભૂલ સ્વીકારતા જણાવેલ કે તેઓ હવે પછી તેમના પતિ ઉપર ખોટી શંકા નહિં કરે. ત્યારબાદ મહિલાના સાસરિપક્ષ મહિલાને સ્વીકારવા માટે તૈયાર થતા મહિલાને સલાહ સૂચન માર્ગદર્શન આપી ટીમ દ્વારા મહિલાનું સાસરીમાં પુનઃસ્થાપન કરવામાં આવેલ મહિલાએ ટીમનો આભાર વ્યક્ત કરેલ. આ કામગીરીમાં પોલીસની સી-ટીમ તથા મહિલા સહાયતા કેન્દ્રની પણ મદદ લેવામાં આવી હતી.






Latest News