મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે  નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ


SHARE







મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે  નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ
 
મોરબીના નાની વાવડીમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ થયેલ છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાની આસપાસના પ્રજાજનો કથા સાંભળવા માટે વઘુમાં વઘુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે કથા સ્થળે આવવા જવા માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા મફત બસ સેવા આપવી જોઈએ તેવી માંગ કોંગી અગ્રણીએ કરેલ છે.
લોકો દૂર દૂરથી કથા સાંભળવા માટે આવતા હોય લોકોને ભાડાના વાહનમાં વઘુ ભાડા આ મોઘવારીના સમયમાં ચૂકવવા ન પડે  અને લોકો તકનો લાભ લઇ ભાડા વઘુ વસૂલ કરે એવી પણ  ચર્ચા લોકોના મુખે સાંભળવામા આવે છે ત્યારે લોકોના હિત માટે અને કથા સાંભળવા આવનાર દરેક માટે સુરક્ષિત રીતે નગરપાલિકા મફત બસ સેવા આપે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી લાગણી અને માંગણી છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના  વહીવટદાર અને ચીફ ઓફિસર  લોકોને મફત બસ સેવા મળે તે માટે તાત્કાલિક નિર્ણય કરી પ્રજાને બસના રૂટ અને સમય પત્રક જાહેર કરશે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ માંગણી કરેલ છે.





Latest News