મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ


SHARE







મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ ખાતે મોરારીબાપુની રામકથા ચાલે છે ત્યાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને તેમને પણ લગભગ એક કલાક કરતા વધુ સમય સુધી કથાનું શ્રવણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે કથા સાંભળીને ટૂંકમાં શ્રોતાઓને સંબોધતા એટલું જ કહ્યું હતું કે રામના ખોળે જવું હોય તો આપણી જે રાગદ્વેષ કરાવે તેવી બુદ્ધિ નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ

મોરબીમાં 11 મહિના પહેલા જુલતો પુલ તુટી પડ્યો હતો અને તેમાં 135 જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની સામેના ભાગમાં રામકથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા છે અને આજે કથાના બીજા દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મિરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના રાજકીય આગેવાનો તથા સંતો મહંતો સહિતના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સામાન્ય શ્રોતાઓની જેમ મુખ્યમંત્રીએ પણ એક કલાક કરતાં વધુ સમય સુધી મોરારીબાપુની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને કથાનું શ્રવણ કર્યું હતું અને ખાસ કરીને મુખ્યમંત્રીએ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે રામના ખોળે જવું હોય તો આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ






Latest News