મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબી જિલ્લોમાં વ્યસનમાં વાંકાનેર તાલુકો અગ્રેસર !


SHARE







મોરબી જિલ્લોમાં વ્યસનમાં વાંકાનેર તાલુકો અગ્રેસર !

વાંકાનેર દોશી કોલેજના પ્રિન્સીપાલ વાય.એ. ચુડાસમા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. ચાનિયા, જિલ્લા બાળ સુરક્ષા એકમ કો ઓર્ડીનેટર રંજનબેન મકવાણા અને એલ્ડર લાઈન ૧૪૫૬૭ (સામાજિક ન્યાય અને અધિકરીતા વિભાગ)ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર તથા વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર (મહિલા અને બાળ વિકાસ વિભાગ)ના કાઉન્સિલર તેજલબા ગઢવી તેમજ દોશી કોલેજના પ્રાધ્યાપક ડો. ચંદારાણા તથા ખ્યાતિબેન, કોમલબેન, વર્ષાબેન,હેમાંગીબેન અને નિકીતાબેન હાજરી આપી હતી.

અત્રે ઉલેખનીય છે કે, WHO ના રિસર્ચ પ્રમાણે મોરબી જિલ્લો વ્યસનમાં બીજા ક્રમાંકે અને તેમાંથી વાંકાનેર તાલુકો અગ્રેસર છે ત્યારે વ્યસન કરવું એ ખોટું છે એ સમજવું સૌથી મહત્વની વસ્તુ છે !. દારૂ અને માદક પીણાનું વ્યસન, કેટલા બધા વર્ષોની મહેનત અને ટેલેન્ટ્ને નષ્ટ કરી દે છે, જે મહેનતને કારણે તેઓએ પોતાના ધ્યેયને હાંસલ કરેલું હોય છે અને લોકોના હ્ર્દયમાં સામ્રાજ્ય જમાવ્યું હોય છે, આ બધુ ક્ષણવારમાં જ સંપૂર્ણપણે નાશ પામી જાય છે! તેઓએ ક્ષણિક આનંદ ખાતર આવું શરૂ કર્યુ હોય છે, તે આગળ જતાં તેમની અપકીર્તિમાં બદલાઇ જાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દોશી કોલેજના પ્રિન્સીપાલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી 






Latest News