મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ખાસ ટીમ દ્વારા ૭૧૦ કરતા વધુ ગણેશજીની મુર્તિઓનું મચ્છુ નદીમાં સલામત રીતે વિસર્જન


SHARE







મોરબી પાલિકાની ખાસ ટીમ દ્વારા ૭૧૦ કરતા વધુ ગણેશજીની મુર્તિઓનું મચ્છુ નદીમાં સલામત રીતે વિસર્જન

મોરબીમાં ગઈકાલે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકાયા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ નદીમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે પાલિકાએ ઉભા કરેલા મુર્તિ એકત્રીત કરવા માટેના સ્ટોલ ઉપર તેમજ નદી કાંઠે આવીને ગણેશજીની મુર્તિ આપવામાં આવી હતી જેનુ પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યુ છે અને ગણેશોત્સવ દરમ્યાન ૭૧૦ કરતા વધુ મુર્તિઓનું પાલિકાની ટીમ દ્વારા નદીમાં વિસર્જન કરી દેવામાં આવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ગઈકાલે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ કર્યા હતા જો કે, શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓને ક્રેઇન, ૪૦ જેટલા તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતું સામાન્ય રીતે ગણપતિ વિસર્જનમાં ડુબી જવાના બનાવો બનતા હોય છે જેથી મોરબીમાં આવો કોઇ બનાવ ન બને તે માટે શહેરમાં વહીવટી તંત્ર દ્વારા વ્યક્તિગત ગણેશવિસર્જન કરવાની મનાઈ ફરમાવી અને આયોજકોને મૂર્તિ નગરપાલિકાને સોંપી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા શનાળા રોડ સમય ગેટ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેલ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવી હતી અને તે મુર્તિઓનું નદીમાં વિસર્જન કરી દેવામાં આવ્યુ હતુ જો કે, ગઈકાલે મોડી રાત સુધી ગણેશોત્સવના આયોજકો ગણેશજીની નાની મોટી મુર્તિઓ લઈને વિસર્જન માટે નદી કાઠે આવ્યા હતા જેથી પાલિકાની ખાસ ટીમ દ્વારા ગણેશજીની જુદીજુદી મૂર્તિઓનું  સલમત રીતે મચ્છુ નદીમાં વિસર્જન કરી દેવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઇ બારૈયા અને તેની ટિમ દ્વારા આયોજિત સિધ્ધી વિનાયક ક રાજની વિસર્જન યાત્રા ધામધૂમ સાથે નીકળી હતી ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા  






Latest News