મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન


SHARE







મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન

વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ જવા માટે નીકળી ડેમુ ટ્રેન મકનસર નજીક બંધ પડી ગઈ હતી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડ્યું હતું અને મોડી રાત સુધી તે ડેમુ ટ્રેન ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ ડેમુ ટ્રેન તેના સમય મુજબ મોરબીથી વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હોવાથી વાંકાનેરથી આગળના રૂટની ટ્રેન પકડવા માટે મુસાફરોને દોડધામ થઈ ગઈ હતી

રેલવેની મુસાફરી કરતાં મુસાફરોની સુવિધા માટે થઈને સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે ટ્રેન દોડાવવામાં આવતી હોય છે જોકે મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર વારંવાર ડેમુ ટ્રેન રસ્તામાં બંધ થઈ જાય તેવું અવારનવાર બની ચૂક્યું છે તેમ છતાં પણ તે ટેકનિકલ ફોલ્ટને દૂર કરવા માટે થઈને નકર કામગીરી ન થતી હોય તેવું જોવા મળી રહ્યું છે દરમિયાન મુસાફરો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના સમયે મોરબી થી વાંકાનેર તરફ જવા માટે નીકળેલ ડેમુ ટ્રેન મકનસર ગામ પાસે બંધ થઈ ગઈ હતી જેથી કરીને મુસાફરોને ત્યાંથી વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે થઈને ખાનગી વાહનોમાં જવું પડ્યું હતું અને રાતના લગભગ ૧૨:૦૦ વાગ્યા સુધી આ ડેમુ ત્યાંથી ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ સમયસર ડેમુ ટ્રેન વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હતી જેથી કરીને વાંકાનેરથી વંદે ભારત અને ઇન્ટરસિટી સહિતની આગળના રૂટની ટ્રેન પકડવા માટે થઈને મુસાફરો ત્યાં પહોંચી શક્યા ન હતા જેથી કરીને વારંવાર ડેમુ ટ્રેનના ધાંધીયા થતા હોય રેલવે વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ડેમુ ટ્રેન સમયસર તેના રૂટ ઉપર દોડે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવું મુસાફરોએ જણાવ્યું છે






Latest News