મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ટીબીના દર્દીઓને કલેકટરના હસ્તે પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરાઈ


SHARE







મોરબીમાં ટીબીના દર્દીઓને કલેકટરના હસ્તે પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરાઈ

ટીબી મુક્ત ભારતઅભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘ટીબી મુક્ત ભારતઅભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાએ દર્દીઓને મફત નિદાન સારવાર તથા સરકાર દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમના દ્વારા ટીબી અંગે સામાજિક જાગૃતતા ફેલાય તે અંગે પણ યોગ્ય સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો ૪૦ જેટલા ટીબીના દર્દીઓએ લાભ લીધો હતો જેમને મહાનુભાવોના હસ્તે પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી.






Latest News