હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકડ મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપના ફ્લેટમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારી ૧.૦૪ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપના ફ્લેટમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારી ૧.૦૪ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં ફોરસ્ક્વેર-૧ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલ સહિત કુલ નવ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮૪,૫૦૦ ની રોકડા સહિત કુલ મળીને ૧,૦૪,૫૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં ફોરસ્ક્વેર-૧ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૨ માં રહેતા પ્રદીપભાઈ દશરથભાઈ પટેલના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુગાર રમતા ઘરધણી પ્રદીપભાઈ દશરથભાઈ પટેલ (૩૮), અંકિત દશરથભાઈ પટેલ (૩૫), નીજામભાઈ કરીમભાઈ જેડા (૪૦), નિલેશભાઈ મનસુખભાઈ વાડોલીયા (૨૮), ભીખુભાઈ વનરાવનભાઈ ઠકરાર (૨૬), નુતનબેન નવીનભાઈ વાઢારા (૫૬), સંગીતાબેન અજયભાઈ સોલંકી (૩૪), ચેતનાબેન નવીનભાઈ લુહાર (૩૦) અને સોનલબેન હિતેશભાઈ નાગહ (૪૦) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૮૪,૫૦૦ રૂપિયાની રોકડ તથા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧,૦૪,૫૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News