મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિનસ નિમિતે અનોખી ઉજવણી


SHARE







ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિનસ નિમિતે અનોખી ઉજવણી

વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ "આંખ આ ધન્ય છે" થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા "શબ્દ રંગ" નું આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ૧૩ શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની તા.૧૫, ૧૬, ૧૭ સપ્ટેમ્બર જાહેરજનતા માટે ખુલ્લું મુકાયેલ છે.

સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો પ્રયાસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મળ્યો છે.જે ખૂબ સફળ રહેશે તેવી આશા છે.વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ "આંખ આ ધન્ય છે" થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા "શબ્દ રંગ" નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ૧૦ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના સ્પર્ધકો પાસેથી ઓનલાઇન ગુગલ ફોર્મ દ્વારા પ્રવેશ અરજી મંગાવવામાં આવી હતી.સોશિયલ મીડિયાના પ્રચાર થકી ગુજરાતભરમાંથી એક હજારથી વધુ અરજીઓ મળી હતી.જે દર્શાવે છે કે, લોકો એમના વડાપ્રધાન મોદીને કેટલો પ્રેમ કરે છે.

તા.૨૮ ઓગષ્ટના રોજ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતભરમાંથી ચિત્રો એકત્ર કરીને કમલમ કાર્યાલય ખાતે મોકલવામાં આવ્યા.જેમાંથી ૭૩ શ્રેષ્ઠ ચિત્રોને ફ્રેમ સાથે મઢીને તા.૧૫, ૧૬, ૧૭ સપ્ટેમ્બર દરમિયાન આઇસીએસી આર્ટ ગેલેરી વાઇડ એન્ગલ સિનેમાં પાછળ સવારે ૧૧ થી ૭ જનતા માટે પ્રદર્શન રૂપે ખુલ્લું મુકાશે.આ પ્રદર્શનની મુલાકાત વિવિધ મંત્રીઓ, ધારાસભ્યો, વરિષ્ઠ ચિત્રકારો, કવિઓ અને અન્ય કલાકારો મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરના રોજ આ શ્રેષ્ઠ ૭૩ ચિત્રોના કલાકારોને સન્માનિત કરવામાં આવશે.મહત્વની વાત એ છે કે ૭૩ શ્રેષ્ઠ ચિત્રો માંથી ૩૩ ચિત્રો મહિલા ચિત્રકારનાં છે.ખૂબ મોટી સંખ્યામાં ચિત્રો એકત્રીત થયા છે તે જ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે લોકોને કેટલો પ્રેમ છે.તેમ મોરબી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઈ વ્યાસે યાદીમાં જણાવેલ છે.






Latest News