મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા: લોકોને મેળાની મોજ 


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા: લોકોને મેળાની મોજ 

મોરબી નજીકના રફાળેશ્વર મંદિર ખાતે શ્રાવણી આમાસના દિવસે સવારથી જ શિવભકતોની ભીડ જોવા મળી હતી અને રફાળેશ્વર મંદિર પાસે દર વર્ષેની જેમ જ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની ઉદ્ઘાટન માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, ભાજપના આગેવાન પ્રદીપભાઇ વાળા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઇ પારેખ, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, ભાવેશભાઈ કંઝારીયા, રિશિપભાઇ કૈલા, સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઇ ઉઘરેજા (બોસ) સહિતના હાજર રહ્યા હતા અને રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા લોકોએ પિતૃતર્પણ સાથે મેળાની મોજ પણ માણી હતી અત્રે ઉલેખનીય છે કેશ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી મોરબી શહેર અને જીલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભોલેનાથને ભાવથી ભજીને તમામ શિવ ભક્તો આગામી શ્રાવણ મહિનો વહેલા આવે અને ફરી શિવજીની સેવાપૂજા અર્ચન કરવાનો તેમને મોકો મળે તેના માટેની ભગવાન શંકરને પ્રાર્થના કરી રહ્યા છે અને પારસ પીપળાને પાણી ચડાવીને પિતૃતર્પણ પણ કર્યું હતું આજે જડેશ્વર મહાદેવ મંદિર, અગ્નેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર સહિતના મહાદેવના મંદિરોમાં શિવભકતો ઉમટી પડ્યા છે 






Latest News