ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની પાંચેય તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું: પ્રમુખ-ઉપપ્રમુખ માટે માળીયા-વાંકાનેરમાં યોજેયલ ચૂંટણીમાં કોંગ્રેસની હાર


SHARE







મોરબીની પાંચેય તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું: પ્રમુખ-ઉપપ્રમુખ માટે માળીયા-વાંકાનેરમાં યોજેયલ ચૂંટણીમાં કોંગ્રેની હાર

મોરબી જિલ્લામાં આવતી પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય ત્યાં નવા હોદ્દેદારોની ભાજપ દ્વારા પસંદગી કરી લેવામાં આવી હતી અને ભાજપના મેડેડ આપવામાં આવ્યા હતા તે તમામ આગેવાનો ટંકારા, મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટાઈ ગયેલ છે


મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકમાંથી ૧૯ ભાજપની છે અને ૬ કોંગ્રેસની છે ત્યારે આગામી અઢી વર્ષ માટે ભાજપ દ્વારા મોરબી તાલુતા પંચાયતના પ્રમુખ માટે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ માટે કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી તરીકે તુલસીભાઈ પાટડીયાના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આજે પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાઈ આવેલ છે જેથી ભાજપના આગેવાનો હોદેદારો સહિતનાઓ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી આવી જ રીતે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી અઢી વર્ષનું ટર્મ માટે ભાજપ ને કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા અને ત્યાં ભાજપ દ્વારા જે  ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન બાવરવા અને ઉપપ્રમુખ તરીકે સીતાબેન લાવડીયા વિજેતા બનેલ છે

હળવદ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ માટે રમેશભાઈ કાંતિભાઈ ઝીઝુવાડિયાએ ઉમેદવારી કરી હતી જો કે, કોંગ્રેસનાં આગેવાને ઉમેદવારી કરી ન હતી જેથી કરીને ત્યાં બંને બિન હરીફ વિજેતા થયેલ છે તો ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે છાંયાબેન અરવિંદભાઈ માડવીયા અને ઉપપ્રમુખ પદ માટે ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી અને સામે કોઈ ઉમેદવાર ન હોવાથી બંને પદાધિકારીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

જયારે વાંકાનેર તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખના ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રોસમાંથી પ્રમુખ માટે કુસમબેન ઉસ્માનગની પરાસરા અને ઉપપ્રમુખ માટે રહીમભાઇ જલાલભાઇ ખોરજીયાએ ઉમેદવારી કરેલ હતી સામે ભાજપમાંથી પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલા અને ઉપપ્રમુખ દેવુબેન હનુભાઇ વિંજવાડીયાએ ઉમેદવારી કરી હતી જેથી કરીને ચૂંટણી યોજાઇ હતી અને તેમાં ભાજપના બંને ઉમેદવારી વિજેતા બનેલ છે આમ મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે






Latest News