મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા યોજાયેલ ચિત્ર પ્રદર્શની કલેકટરે ખુલ્લી મૂકી


SHARE







મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા યોજાયેલ ચિત્ર પ્રદર્શની કલેકટરે ખુલ્લી મૂકી

ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અંગે તારીખ ૧૪ થી ૧૬ સવારે ૧૦ થી સાંજે ૫  વાગ્યા સુધી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શનમાં ભારત સરકારનાં નવ વર્ષનાં સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ સહિત  વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીને મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી અને ત્યારે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોરબી શહેર તથા જિલ્લાના લોકોને તેનો લાભ લેવા માટે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ભુજના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News