મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : માથક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન


SHARE







મોરબી : માથક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન

માથક પે સેન્ટર શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીના પ્રોત્સાહન માટે અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તેમાં શાળામાં "સેલ્ફી કોર્નર" માં વિદ્યાર્થીને નવાજવામાં આવે છે.વિદ્યાર્થી એકમ કસોટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન, સત્રાંત મૂલ્યાંકન પરીક્ષામાં અવ્વલ નંબર, ચિત્ર પરીક્ષા, એન.એમ.એમ.એસ. પરીક્ષા, કલા મહાકુંભ, નવોદય પરીક્ષા, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, ઇન્સ્પાયર એવોર્ડમાં વિશેષ ભાગીદારી, હર રોજ હરદમ (નિયમિત વિદ્યાર્થી), પ્રામાણિક વિધાર્થી, સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, શિક્ષક દિન ઉજવણીમાં સહભાગીતા, સ્ટુડન્ટ ઓફ ધ મન્થ અને માસ દરમિયાન વધારે આજનું ગુલાબ મેળવેલ બાળકોને સેલ્ફી કોર્નર માં સેલ્ફી લઈ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે તેમ જ બીજા વિદ્યાર્થીને પણ તેની પ્રેરણા મળે છે. અને શ્રેષ્ઠ કાર્ય કરવા પ્રેરાય છે.






Latest News