મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેવું કહીને યુવાનને માર મારનારા ચારેય આરોપીઓની ધરપકડ


SHARE











મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેવું કહીને યુવાનને માર મારનારા ચારેય આરોપીઓની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધરે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો. ત્યારે મંદિરે રહેતા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચાવિજયભાઇ ભગવાનજીભાઇ જારીયાછગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે. બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુનો માર માર્યો હતો. તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો. જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આ ગુનામાં વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા (૪૦) અને વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા જાતે બોરિચા (૪૨) છગનભાઇ ટપુભાઇ જારીયા જાતે બોરીચા (૭૭) અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા જાતે બોરીચા (૬૫) રહે. બધા બોરીચાવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા દક્ષાબેન જયદીપભાઇ ડાભી (૨૫) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News