મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ખેડૂતો માટે ખુશ ખબર: મોરબીના મચ્છુ-૧ માંથી ૨૦ અને મચ્છુ-૨ માંથી ૧૦ તારીખથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે


SHARE







ખેડૂતો માટે ખુશ ખબર: મોરબીના મચ્છુ-૧ માંથી ૨૦ અને મચ્છુ-૨ માંથી ૧૦ તારીખથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે

ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે જેથી કરીને ખેડૂતોના પાકને બચાવી શકાય તે માટે હાલમાં સરકાર દ્વારા નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ઉભા પાકને બચાવી શકાય તે માટે કેનાલમાં પાણી છોડવામાં આવી છે જોકે મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે તે માટે તાજેતરમાં સિંચાઈ સમિતિના સભ્યો, ગામના આગેવાનો, ખેડૂત આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં આગામી ૨૦ તારીખ પછી મચ્છુ-૧ અને આગામી ૧૦ તારીખ પછી મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવે છે જે પૈકીના મચ્છુ-૧ મચ્છુ ડેમ, મચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કે, ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં મેઘ મહેર થઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદનું એક ટીપું પડ્યું નથી જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક બચાવવા  મુશ્કેલ બની ગયા છે અને હાલમાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે, નજીકના દિવસોમાં વરસાદ પડે તેવા કોઈ એંધાણ પણ દેખાતા નથી જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં ઉભા પાક જે છે તેને બચાવવા માટે થઈને નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવામાં આવ્યું છે

નર્મદાના પાણી થકી હાલમાં જુદા જુદા વિસ્તારની અંદર ખેડૂતો પોતાના ખેતરની અંદર પાકને સિંચાઈનું પાણી આપીને પાક બચાવી રહ્યા છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧ અને ડેમી-૨ ડેમના કમાન્ડ વિસ્તારમાં જે કેનાલો આવેલ છે ત્યાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ડેમમાંથી આપવામાં આવે તે અતિ જરૂરી છે ત્યારે હાલમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ડેમી-૧ અને ડેમી-૨ ની કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાનું છેલ્લા ચાર પાંચ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે અને લગભગ ૨૨ થી ૨૫ જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી હાલમાં આ બંને ડેમ મારફતે આપવામાં આવી રહ્યું છે

જોકે, મહાકાય મચ્છુ-૧ ડેમ અને મચ્છુ-૨ ડેમની અંદર જે જળ જથ્થો ચાલુ વર્ષે અત્યારે છે તેમાંથી સિંચાઈ માટેનું પાણી આ વખતે ચાલુ ચોમાસે જ ખેડૂતોને મળે તે હેતુથી કેનાલમાં પાણી છોડવું અનિવાર્ય બન્યું છે જેથી કરીને તાજેતરમાં મચ્છુ-૧ અને મચ્છુ -૨ ડેમના કમાન્ડ વિસ્તારમાં જે ગામ આવે છે તે ગામના આગેવાનો, સિંચાઈ સમિતિના સદસ્યો અને અધિકારીઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યું છે કે કેનાલની સફાઈ કર્યા વગર જો કેનાલમાં પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને પાણી મળે તેના કરતાં પાણીનો બગાડ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને કેનાલની વ્યવસ્થિત રીતે પહેલા સફાઈ થાય અને સફાઈ થયા બાદ પાણી છોડવામાં આવે તો કેનાલમાં છોડવામાં આવતા પાણીનો વધુમાં વધુ ઉપયોગ ખેડૂતો સિંચાઈના પાણી માટે કરી શકશે

જેથી કરીને મોરબીના મચ્છુ-૧ ડેમની જે ૧૬૦ કિલો મીટરની મુખ્ય કેનાલ છે તે કેનાલની સફાઈ આગામી ૨૦ તારીખ સુધી કરવામાં આવશે અને મુખ્ય કેનાલની સફાઈ થઈ ગયા બાદ તેમાં સિંચાઈ માટેનું પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે જોકે મચ્છુ-૨ ડેમ કે જેની હેઠળ ૨૫  જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે મળતું હોય છે તે કેનાલમાં આગામી ૧૦ તારીખથી સિંચાઈ માટેનું પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ મોરબી જિલ્લાના ૧૦ પૈકીના ચાર ડેમમાંથી હાલમાં સિંચાઈ માટેનું પાણી છોડવા માટેનું આયોજન કર્યું છે જે પૈકીના બે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં મચ્છુ-૧ અને મચ્છુ-૨ ડેમમાંથી પણ સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવશે






Latest News