મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત


SHARE







મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે તા.૩૧-૮ ના રોજ મારામારીનો બનાવ બન્યો હતો અને કુટુંબિક સગાઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન પગના ભાગે થયેલ ઇજામાં સારવાર માટે મોરબી ખસેડાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય હાલ વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને જૂની અદાવતમાં ઝઘડો ચાલતો હતો અને દરમિયાનમાં કાર લેવામાં આવી હોય તારી કાર તોડી નાખવી છે તેવી બાબતે જે તે સમયે ઝઘડો થયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા (ઉમર ૬૦) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા નામના ૬૦ વર્ષીય રણછોડગઢ ગામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોય મોતનું ખરું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હોય તેવી આ ઘટનામાં વૃદ્ધાનું મોત મારામારીની ઈજાઓમાં થયું છે કે અન્ય કોઈ બાબત છે..? તે દિશામાં ખરી હકીકત મેળવવા માટે મૃતકનું પોલીસ દ્રારા રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. હાલ આ બાબતે હળવદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.






Latest News