મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામેથી આધેડની લાશ મળી


SHARE











મોરબીના જસમતગઢ ગામેથી આધેડની લાશ મળી

મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલ સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા આધેડનો મૃતદેહ લેબર કવાટરમાંથી મળી આવ્યો હોય મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલા લોમસોન સીરામીક નામના કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા અનિલભાઈ શિવમુનીભાઈ બૈઠા (ઉમર ૫૦) હાલ રહે.લોમસોન સીરામીક લેબર ક્વાટર વાળાનું કોઈ કારણોસર લેબર કવાટરમાં મોત નિપજયુ હોય ડેડબોડીને કૃણાલભાઈ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યુ હતુ.હાલ આ બનાવ બાબતે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાંકાનેરના કોઠારીયા ગામે જુગાર રમતા સાતની ધરપકડ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો છે.તેવી બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા મુકેશ રઘાભાઇ કોબીયા જાતે કોળી (૪૪), મુકેશ બચુભાઇ જોગરાજીયા જાતે કોળી (૪૭), વિજય રાજુભાઇ કોબીયા જાતે કોળી (૨૮), શૈલેષ ધીરૂભાઈ કોબીયા જાતે કોળી (૩૦), સાગર શામજીભાઈ મકવાણા જાતે કોળી (૨૩) આંબાભાઈ ઉર્ફે હકાભાઇ મેહુલભાઈ કોબીયા જાતે કોળી (૪૦) અને સંજય કરસનભાઈ જોગરાજીયા જાતે કોળી (૨૯) રહે.બધા કોઠારીયા તા.વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૨૩૦ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવા આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે વાળી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા જાનુભાઈ નરિયાભાઈ મેડા નામનો ૨૫ વર્ષીય આદિવાસી યુવાન વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોય તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી. પટેલ દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે॰






Latest News