મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપરડી ગામે રહેતા યુવાન સાથે દાગીના-રોકડા રૂપિયાની છેતરપિંડી


SHARE







વાંકાનેરના પીપરડી ગામે રહેતા યુવાન સાથે દાગીના-રોકડા રૂપિયાની છેતરપિંડી

વાંકાનેરના પીપરડી ગામે રહેતા પરિવાર પાસેથી દાગીના બનાવવા માટે નામુનાની જરૂર છે તેવુ કહીને દાગીના લઈ ગયા પછી તે પાછા ન આપીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે તેમજ સાહેદને તેના દીકરીની પોતાના ભાણેજ સાથે સગાઈ કરવી આપવાનું કહીને રોકડા રૂપિયા તેમજ દાગીના લઈને ભાગી ગયેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકનેરના પીપરડી ગામે રહેતા ગફારભાઇ આહમદભાઇ ચારોલીયા (૪૬) એ વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેમની પાસેથી સોનાના દાગીના બનાવવા છે તેવું કહીને નમૂના માટે જુદાજુદા નવ તોલાના દાગીના લઈ ગયો હતો જેમાં એક સોનાનો હાર, એક સોનાનો દોરો, કાનમાં પહેરવાના ઇયરીંગની સોનાની એક જોડી, કાનમાં પહેરવાની તુટેલી સોનાની કડી અને કાનમાં પહેરવાની સોનાની બુટી એક જોડીનો સમાવેશ થાય છે તેમજ ફતેમામદભાઇ બાદીના દીકરા સાથે પોતાની ભાણેજની સગાઈ કરાવનું કહીને રોકડા રૂપિયા ૭૫ હજાર તેમજ એક સોનાનો નાકનો દાણો ૧૪૦ મીલી ગ્રામ, ચાંદીની પગની ઝાંઝરી ૫૦ ગ્રામ, માથે ઓઢવાની ચુંદડી અને એક જોડી કપડા લઇ જઇ સગાઇ બીજી જગ્યાએ કરાવી દીધી છે અને યુવાનની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News