મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાના ભાજપના માજી મહિલા સદસ્યને કોંગ્રેસનાં આગેવાને ચૂંટણીનો ખાર રાખીને ગાળો આપી


SHARE







મોરબીમાં પાલિકાના ભાજપના માજી મહિલા સદસ્યને કોંગ્રેસનાં આગેવાને ચૂંટણીનો ખાર રાખીને ગાળો આપી

મોરબીના વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના ભાજપના માજી મહિલા સભ્ય દ્વારા કોંગ્રેસના આગેવાન સામે ચૂંટણીનો ખાર રાખીને તેઓને ગાળો આપીને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે એટ્રોસિટી સાહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના ભાજપના માજી મહિલા સદસ્ય ભાનુમતિબેન ઉર્ફે ભાનુબેન ચંદુભાઈ નગવાડીયા (૪૮)એ મોરબીના સનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ બધાભાઈ રબારી સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ તથા સાહેદ ભૂદારભાઇ તેના ઘર પાસે હતા ત્યારે જૂની ચૂંટણીનો ખાર રાખીને આરોપીએ ત્યાં આવીને ગાળો આપી હતી અને ફરિયાદી તેમજ સાહેદને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હતા જેથી કરીને હાલમાં પાલિકાના ભાજપના નજી મહિલા સદસ્ય દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે કોંગ્રેસના આગેવાન સામે એટ્રોસિટી સાહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાપ કરડી ગયો
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા દિનદયાળ કનુભાઈ વર્મા (૩પ) રફાળેશ્વર પાસે આવેલ ફોર્ચ્યુન પેપર મીલ ખાતે હતા ત્યારે તેને સાપ કરડતા તાત્કાલિક તેને રાજનભાઈ વર્મા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે  સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની તપાસ એ.એમ. ઝાંપડીયાને સોપવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
સુરેન્દ્રનગરના અંબાલા ખાતે દરબાર વાસમાં રહેતા ઝાલા પવનબા ભરતસિંહ (પપ) તેના દીકરા સાથે લાલપર ગામથી મોરબી તરફ ખરીદી માટે આવતા હતા ત્યારે બાઈક પરથી પડી જવાથી પવનબાને જમણા હાથમા ફેક્ચર જેવી ઇજા થયેલ હતી જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ એમ.એલ. બારૈયાને સોપવામાં આવી છે

સ્કૂટર સ્લીપ
મોરબી તાલુકાનાં બીલીયા ગામે રહેતા દેવજીભાઈ સાણંદીયા (૮ર) તેના દીકરા પ્રકાશભાઈ સાથે એક્ટીવા ઉપર બેસીને બીલીયાથી મોડપર તરફ વાડીએ જતા હતા ત્યારે મોટા નાલા પછી તુરંત રોડ પરથી ખેતરના રસ્તે ઉતરતા એક્ટીવા સ્લીપ થતા દેવજીભાઈને ઈજા થઇ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ એ.એલ. ઝાલા કરી રહ્યા છે






Latest News