મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત


SHARE







મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કામ કરતા પરિવારના મહિલા કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નિપજત્તા તેમના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી તબીબ દ્વારા યાદી આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ચકુબેન રામાભાઇ ભીલ નામની ૩૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નીપજત્તા તેમના ડેડબોડીને અહીં પીએમ માટે લાવવામાં આવેલ છે હાલ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જ ઇસનપુર ગામના રૂમાલસિંહ વાંગલાલસિંહ બામણીયા નામનો ૪૦ વર્ષનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો.પી.એન.આસરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા સંતોષભાઈ વીરબહાદુરભાઇ નેપાળી નામના ૪૮ વર્ષના યુવાનને ઉમા રેસીડેન્સી નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.હરેશભાઈ ચાવડા આ દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News