મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને ધારિયા, ધોકા અને પાઈપથી માર માર્યો


SHARE







હળવદના રણછોડગઢ ગામે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને ધારિયા, ધોકા અને પાઈપથી માર માર્યો

હળવદ તાલુકાના રણછોડગઢમાં યુવાન દુકાને બેઠો હતો ત્યારે ત્યાં આવેલા એક શખ્સે તેને તે નવી ગાડી લીધેલ છે તો શું ગામમાં સીનસપાટા મરેશ તેવું કહીને બોલાચાલી કરીને ગાળા ગાળી કરી હતી જેથી યુવાન પોતાના ઘરે ચાલ્યો ગયો હતો ત્યારબાદ તેના ઘરે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ ધારીયા, ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા અને ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિતના ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના રણછોડગઢ ગામે રહેતા સંજયભાઈ દેવશીભાઈ સુરેલા જાતે કોળી (૨૭)એ હાલમાં વિક્રમભાઈ મૂળજીભાઈ ફીસડીયા જાતે કોળી, ચંદ્રિકાબેન વિક્રમભાઈ કોળી, વિરમભાઈ મૂળજીભાઈ કોળી અને પફાભાઈ દિનેશભાઈ કોળી રહે. બધા રણછોડગઢ વાળાની સામે હાલમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે રણછોડગઢ ગામે આવેલ ભરતભાઈ ગંગારામભાઈની દુકાને બેઠો હતો ત્યારે વિક્રમભાઈએ ત્યાં આવીને તે નવી ગાડી લીધેલ છે તો શું ગામમાં સીનસપાટા મારેશ તેમ કહીને ગાળો આપી હતી ત્યારબાદ ઝપાઝપી કરી હતી જેથી ફરિયાદી યુવાન પોતાના ઘરે ચાલ્યો ગયો હતો ત્યારબાદ વિક્રમભાઈ સહિતના ચારેય આરોપીઓ તેના ઘરે ધારીયા, ધોકા અને પાઇપ લઈને પહોંચ્યા હતા ત્યારે વિક્રમભાઈએ ફરિયાદી યુવાનને માથા તથા ડાબા હાથના પંજામાં ધરીયા વડે માર મારીને ઈજા કરી હતી તેમજ વિરમભાઇએ ધોકાવાડે ફરિયાદીને તેમજ પ્રેમીલાબેનને માર માર્યો હતો તો ચંદ્રિકાબેન દ્વારા માનુબેનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને પફાભાઈએ જયદીપને પેટના ભાગે પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બે મહિલા સહિતના ઈજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા સંજયભાઈ દ્વારા  નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News