મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા નજીક કાર  ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







હળવદના કડીયાણા નજીક કાર  ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ તાલુકાના માથક ગામના પાટીયા પાસે કડીયાણા ગામ નજીક કાર ચાલકે રાહદારીને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જો કે, આરોપી પોતાની ગાડી મૂકીને ત્યાંથી નાસી ગયો હતી જેથી હાલમાં મૃત્યુ પામેલા યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના આંદરણા ગામે નિકુલભાઇ રૂપાલાની વાડીએ રહીને મજૂરી કામ કરતા રમેશભાઈ દેસિંહભાઇ ટોકારીયા (૩૫) એ હાલમાં કાર નંબર જીજે ૩૬ એફ ૩૯૬૦ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માથક ગામના પાટીયા પાસે કડીયાણા ગામ નજીકથી તેમના ભાઈ રામસિંહ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાથી રામસિંહનું મોત થયું હતું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News