વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર, વાંકાનેર-ટંકારા તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૨ જુગારી પકડાયા, એક ફરાર


SHARE











મોરબી શહેર, વાંકાનેર-ટંકારા તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૨ જુગારી પકડાયા, એક ફરાર

મોરબી શહેર, વાંકાનેર અને ટંકારા તાલુકામાં જુગારની જુદી જુદી ત્રણ રેડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૨ જુગારીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને એક જુગારી તકનો લાભ લઈને ટંકારામાં નાસી ગયો છે તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સીમમાં આવેલ વન વાળા પીરની દરગાહની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી સંજયભાઈ ચોથાભાઈ ટોયેટા (૪૫), નિલેશભાઈ ગંગારામભાઈ વાઘેલા (૩૧), ગોવિંદભાઈ કાનજીભાઈ વાઘેલા (૫૨) અને કેરલાભાઈ રમલિયાભાઈ મહેડા (૩૨) રહે. બધા રોહીશાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૨૫૦ ની રોકડ તથા ૧૫૦૦૦ નું એક એકટીવા આમ કુલ મળીને ૨૩,૨૫૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેડ કરી ત્યારે પોલીસને જોઈને દિનેશભાઈ રહે. રાજકોટ વાળો ભાગી ગયેલ છે જેથી તેને પકડવા માટે થઈને ટંકારા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબીના નાનીવાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ સામે શ્રીરામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી સુરેશભાઈ દામજીભાઈ પડસુંબીયા (૪૦), પ્રવીણભાઈ શિવાભાઈ રંગપરિયા (૫૧), રવિન્દ્રગીરી રમેશગીરી ગોસ્વામી (૩૫) અને ઉપેન્દ્રભાઈ જગદીશભાઈ નાગલા (૩૬) રહે. નાની વાવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૨,૩૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવિરડા રોડ ઉપર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા રોહિતભાઈ દિનેશભાઈ મોકાસણા (૩૦), પ્રહલાદભાઈ માલાભાઈ બજાણીયા (૩૨), રાજેશભાઈ બાબુભાઈ કુમખાણીયા (૪૬) અને મહેશભાઈ કૈલાશભાઈ દેવગજ (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News